ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા ‘પ્રેરણા’ કાર્યક્રમ

0
172

ઈન્ડિયા રીનલ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવતા ‘પ્રેરણા’ કાર્યક્રમ અંર્તગત કિડનીના દર્દીઓ માટે પુનઃવર્સનની વિવિધ પ્રવૃતિઓ કરવામાં આવે છે જેના ભાગરૂપે સંસ્થા દ્વારા સમૃદ્ધિ હોલ, સર્ગન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ, સુરત ખાતે એક શૈક્ષણિક કાર્યક્રમ યોજાઇ ગયો જેમાં ” ડો. દીપક તમાકુવાલા (નેફ્રોલોજિસ્ટ)” કિડનીના દર્દીઓને લેવી પડતી સારવાર વિષે વિસ્તૃત માહિતી આપી હતી અને ” ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના પ્રમુખ તથા સક્ષમ સંસ્થા ના પ્રમુખ ” તથા ” સુરત હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી ડૉ. પ્રફુલ શિરોયા ” જી એ ઉપસ્થિત રહી પ્રેરણા કાર્યક્રમ માં દર્દી ઓ ને સંબોધિત કર્યા હતા. તેમજ પ્રેરણા સભ્યોને વિવિધ ગેમ અને અંતાક્ષરી પણ રમાડવામાં આવી હતી જેમાં પ્રેરણા સભ્યોએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો.
ઇન્ડિયા રીનલ ફાઉન્ડેશન (આઈ.આર.એફ.) એક બિન નફાલક્ષી અને સ્વાસ્થ્યના ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા છે. જે શ્રી ત્રિલોકભાઈ આર. પરીખના માર્ગદર્શન હેઠળ છેલ્લા ૨૦ વર્ષથી કિડની અને કિડનીના રોગો અંગે લોકજાગૃતિ, દર્દીઓના પુનઃર્વસન, ચિકિત્સા, શિક્ષણ અને સંશોધનના ક્ષેત્રમાં સમગ્ર ગુજરાત રાજ્યમાં કાર્યરત છે.
કાર્યક્રમમાં દિનેશભાઈ પટેલ તેમજ અન્ય મહાનું ભાવો પણ ઊપસ્થીત રહી ને સંસ્થા ના કાયઁ ને બિરદાવ્યું હતું
પ્રોગ્રામ અોફિસર સાધના તિવારી એ જહેમત ઉઠાવી હતી .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here